કુલ પૃષ્ઠ અવલોકનો

રવિવાર, 1 એપ્રિલ, 2012

અમદાવાદમાં બાળ અધિકાર કર્મશીલોની બેઠક

જય ભીમ, જય મૂળનિવાસી, અલ્લાહો અકબર, હર હર મહાદેવ, દશામાનો જય, સંતોષીમાતાની જય જેવા તમામ પ્રકારના પોકારો કરતા તમામ લોકોના તમામ બાળકોના અધિકારોની ચિંતા કરતા અને તેના માટે સંઘર્ષ કરતા  બાળ અધિકાર કર્મશીલો  અમદાવાદમાં તા. 25 માર્ચ, 2012એ જુવેનાઇલ જસ્ટિસ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. તેમાં હાજર હતા છેક પોરબંદરથી આવેલા જન જાગરણ સંઘના અબ્દુલ નોઇડા અને બરડા ડુંગરમાં કામ કરતા તેમના સાથીદારો, તેજાભાઈ, કચ્છથી આવેલા બશીર નોઇડા અને તેમના સાથીદારો, રાજકોટના બહુજન સમાજ ટ્રસ્ટના હેરી રાણવા અને સાથીદારો, નીઝરથી આવેલા વિકલ્પના સુગનાબેન, બાગના જયંતી મકવાણા, હિતેષ કાથડ, સહયોગ, વટવાના રોબર્ટ, શીતલ, રૂખશાના, શૈલેષભાઈ, સ્મિતાબેન અને અન્ય બહેનો, ધંધુકાથી આવેલા સોનલ શ્રીમાળી અને સાથી બહેનો, વડોદરાથી સહજના સાથીદારો, ક્રાયના પ્રવિણભાઈ, અનુજા, પ્રયાસના અશોક પરમાર, હિતેન્દ્ર રાઠોડ, આદિવાસી સર્વાંગી વિકાસ સંઘના ઝુઝારૂ સાથી દિપક ડાભી, રેખાબહેન અને સાથીદારો, ઇશ્વરભાઈ, રોમેલ સુતરીયા અને અન્ય સહુ.... આ તમામને રાજુ સોલંકીના સલામ.


(ફોટોગ્રાફ - જયેશ સોલંકી)