કુલ પૃષ્ઠ અવલોકનો

રવિવાર, 11 માર્ચ, 2012

કાર્નીવલમાં બાળકો પાસે મજુરી કરાવતી સરકાર


 
ગુજરાત સરકાર ઉત્સવપ્રેમી છે. કાંકરીયામાં કાર્નીવલ ઉજવે છે. કાર્નીવલ શબ્દ અંગ્રેજી છે. કાર્નીવલ ખ્રિસ્તી ધર્મનો તહેવાર નથી, પરંતુ મોજીલા ખ્રિસ્તીઓએ શરૂ કરેલી પરંપરા જરૂર છે. કાર્નીવલ શબ્દ વાપરવાથી હિન્દુત્વ અભડાતું નથી. ડાંગમાં નાતાલના દિવસોમાં હિંસાખોરી આચરનારા સંઘપરિવારને અમદાવાદમાં કાર્નીવલ ઉજવાય તેનો વાંધો નથી. કાર્નીવલ યોજવા માટે સમગ્ર અમદાવાદની મ્યુનિસિપલ કોર્પોરેશનની પ્રાથમિક શાળાઓના બાળકોને કાંકરીયા લાવીને રંગોળી પુરવાની મજુરીમાં જોતરી દેવામાં આવે છે. આ માટે ખાસ જી.આર. બહાર પાડવામાં આવે છે. બાળકો મફતમાં રંગોળી પૂરે અને કાર્નીવલ રંગેચંગે ઉજવાય. બાળકોનું શિક્ષણ બગડે તો વાંધો નહીં. કેમકે, મોટાભાગના બાળકો દલિત-મુસ્લિમ-પછાત જાતિઓના હોય છે. એમણે ભણવાની ક્યાં જરૂર છે? એમના બાળકો ભણશે તો, વાઇબ્રન્ટ ગુજરાતને સસ્તા મજુરો ક્યાંથી મળશે?

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો