કુલ પૃષ્ઠ અવલોકનો

મંગળવાર, 27 માર્ચ, 2012

દીપક ડાભી - બીરસા મુંડાનો વારસદાર

અમદાવાદમાં તા. 25 માર્ચ, 2012એ જુવેનાઇલ જસ્ટિસ એક્ટ પર
યોજાએલા એક કાર્યક્રમમાં મંચ પર બિરાજમાન દીપક ડાભી

એને પ્રોબ્લેમ શબ્દનો ઉચ્ચાર કરતા આવડતું નથી, પરંતુ ગુજરાતમાં આદિવાસીઓની અને બાળકોની સમસ્યા માટે જાનની બાજી લગાવી દેનારા મુઠ્ઠીભર કર્મશીલો પૈકીનો એક છે દીપક ડાભી. જન્મે આદિવાસી છે અને કર્મે પણ આદિવાસી. દીપકને મેઇનસ્ટ્રીમના ચાંપલા ખબરપત્રીઓ ઓળખતા નથી, એ એમની કમનસીબી છે. પરંતુ ગુજરાતના આદિવાસી-વંચિત સમાજે દીપકને ઓળખી લેવા જેવો છે. આ યુવાનને બીટી કોટનના ખેતરોમાં સ્ટિંગ ઓપરેશન કરવાની ઘડીએ ખેડુતોના એજન્ટોએ ધમકી આપેલી કે હાથમાં આવ્યો તો તારી ચામડી ઉધેડી લઇશું, પણ ડગે તો દીપક નહીં. હથેલી પર જાન લઇને નીકળી પડ્યો ખેતરોમાં અને શોધી કાઢ્યા તેમાં કામ કરતા નાના નાના નિર્દોષ ભૂલકાઓને. અને કેમ ના શોધે દીપક એમને? એમાંના ઘણા તો એના પોતાના ગામ સાંઢોસીના હતા. આ કામ કરવું એ તો જીવનનું એકમાત્ર કર્તવ્ય છે. દીપક માટે આ કોઈ પ્રોજેક્ટ નથી. ગુજરાતન બાળ અધિકાર કર્મશીલો, આદિવાસી કર્મશીલોની તરફથી દીપકને મારા સેલ્યૂટ, લાલ સલામ, જય ભીમ, જય મૂળનિવાસી, જય આદિવાસી  





  

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો