કુલ પૃષ્ઠ અવલોકનો

ગુરુવાર, 2 ફેબ્રુઆરી, 2012

બીટી કોટનના બાળ મજુરો

એક લાખ કરતા વધારે (મુખ્યત્વે આદિવાસી) બાળ મજુરો ગુજરાતભરમાં, ખાસ કરીને પાટણ, બનાસકાંઠા અને સાબરકાંઠાના બીટી કોટનના ખેતરોમાં દર વર્ષે જુલાઈથી સપ્ટેમ્બર મહિના દરમિયાન તનતોડ વૈતરુ કરે છે. મોટાભાગના બાળ મજુરોને દક્ષિણ રાજસ્થાનમાંથી મેટ (ખેડુતોના એજન્ટો) ગુજરાતમાં લાવે છે. એમાં આઠ વર્ષના માસુમ ભુલકાઓ પણ હોય છે. ભણવાની ઉંમરે આવી તનતોડ મજુરીમાં જોતરાવાને કારણે એમની માનસિક હાલત એવી થાય છે કે વર્ષના બાકીના દિવસોમાં તેઓ નિશાળે જતા જ નથી અને બીજા વર્ષે ફરી પાછા બીટી કોટનના શોષણ ચક્રમાં જોતરાય છે. એમાં છોકરીઓની હાલત તો અત્યંત દયનીય હોય છે. સેંકડો કિલોમીટર દૂર પરિવારની છત્રછાયા વિનાના આ બાળ મજુરો સાથે થતો વર્તાવ વાઇબ્રન્ટ ગુજરાતની મહાભયાનક શરમ છે, જેના તરફ શાસકો, માધ્યમો અને ચાંપલા શહેરી બુદ્ધિજીવીઓ નિરાંતે આંખમિંચામણા કરે છે.

બીટી કોટનના ખેતરમાં ક્રોસ પોલિનેશનનું કામ કરતું બાળક. બૂનિયાદી અધિકાર આંદોલન (બાગ) અને આદિવાસી સર્વાંગી વિકાસ સંઘ (એએસવીએસ)ના કર્મશીલો કરેલું સ્ટિંગ ઓપરેશન. વર્ષ 2010. 
દલિત હક રક્ષક મંચે સાથી સંગઠનોના સહયોગથી છેલ્લા બે વર્ષથી સતત આ અનિષ્ટ સામે ચલાવેલી ઝુંબેશને કારણે વર્ષ 2011માં નેશનલ કમિશન ફોર ધી પ્રોટેક્શન ઑફ ચાઇલ્ડ રાઇટ્સ (એનસીપીસીઆર)ની ટીમ ગુજરાત આવી હતી. અગાઉ જ્યારે જ્યારે પણ એનસીપીસીઆરની ટીમ ગુજરાત આવી ત્યારે વહીવટીતંત્ર અને ખેડુતો વચ્ચેની સાંઠગાંઠને કારણે રેડ દરમિયાન બાળકોને ખેતરોમાં છુપાવી દેવામાં આવતા હતા. (જુઓ મીરા બોરાનો અહેવાલ, એનસીપીસીઆરની વેબસાઇટ પર). તેથી, મંચે એનસીપીસીઆરની ટીમને ગુજરાતમાં વહીવટીતંત્રને જાણ કર્યા વિના ફીલ્ડ વિઝિટ કરવા જણાવ્યું હતું. પરીણામે, વર્ષ 2011 ઓક્ટોબરમાં ડીએચઆરએમ ટીમને સીધા બીટી કોટનના ખેતરોમાં લઈ ગયું હતું. 

પાટણ તાલુકાના ગામ કાસામાં બીટી કોટનના ખેતરોમાં બાળ મજુરો સાથે (ડાબેથી) ડીએચઆરએમના સેક્રેટરી રાજુ સોલંકી, એનસીપીસીઆરના મેમ્બર-સેક્રેટેરી લવ વર્મા તથા મેમ્બર ડૉ.યોગેશ દૂબે

આ અગાઉ બૂનિયાદી અધિકાર આંદોલન ગુજરાત (બાગ)ના સાથી સંગઠનોએ બીટી કોટનમાં બાળ મજુરી સામે અભિયાન ચલાવ્યું હતું. પાલનપુરમાં કલેક્ટર કચેરી રેલી લઈ જઇને કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું. 

પાલનપુરની કલેક્ટર કચેરી તરફ જઈ રહેલા કર્મશીલો. દિપક ડાભી, હેરી રાણવા, શફી, ઇશ્વરભાઈ, એલ્ફી, રેખાબેન, મણીબેન,
આનંદીબેન






ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો