કુલ પૃષ્ઠ અવલોકનો

શુક્રવાર, 3 ફેબ્રુઆરી, 2012

એનસીપીસીઆરની ટીમનો ગુજરાત રીપોર્ટ


ગુજરાત મુલાકાત અહેવાલ
ગુજરાતના બીટી કોટન બિયારણોના ખેતરોમાં બાળ મજુરી
અને બાળ વ્યાપાર પરિસ્થિતિનું મૂલ્યાંકન
7થી 10 ઓક્ટોબર, 2011


ડૉ. યોગેશ દુબે, સભ્ય એનસીપીસીઆરના નેતૃત્વમાં એનસીપીસીઆર ટીમ
ટીમના અન્ય સભ્યો: શ્રી લવ વર્મા, સભ્ય સચિવ
અને ડૉ. રમાનાથ નાયક, વરિષ્ઠ કન્સલ્ટન્ટ, એનસીપીસીઆર


નેશનલ કમિશન ફોર ધી પ્રોટેક્શન ઑફ ચાઇલ્ડ રાઇટ્સ

પાંચમો માળ, ચંદ્રલોક બીલ્ડિંગ, 36 જનપથ, નવી દીલ્હી – 110 001




વિષયવસ્તુ


1.    ટીમ સંયોજન
2.    મુલાકાતની પૃષ્ઠભૂમિકા અને ઉદ્દેશ
3.    પ્રવાસ વૃત્તાંત
4.    કપાસ ક્ષેત્રે વૈશ્વિક ચિત્ર
5.    ઉત્તર ગુજરાતમાં બીટી કોટનના ફાર્મ
ગુજરાતનો કૃષિ નકસો
6.    બનાસકાંઠા અને પાટણની ક્ષેત્ર મુલાકાત, 8 ઓક્ટોબર, 2011
7.    ખીમાણા ગામની ક્ષેત્ર મુલાકાત, 8 ઓક્ટોબર, 2011
8.    બનાસકાંઠા અને પાટણના જિલ્લા પદાધિકારીઓ સાથે બેઠક, શિહોરી રેસ્ટ હાઉસ
9.    અમદાવાદમાં સ્વૈચ્છિક સંગઠનો (એનજીઓ) સાથે વિમર્શ, 9 ઓક્ટોબર, 2011
10.બાળ ગૃહ, ખાનપુર, અમદાવાદની મુલાકાત, 9 ઓક્ટોબર, 2011
11.ગુજરાત સરકાર સાથે મુલાકાત, 10 ઓક્ટોબર, 2011
12.મુખ્ય સચિવ ગુજરાત સરકાર સાથે બેઠક, 10 ઓક્ટોબર, 2011
13.સ્થળાંતરીત બાળ મજુર પ્રણાલીઓ અટકાવવા રાજસ્થાન સરકારને એનસીપીસીઆરે જારી કરેલી માર્ગદર્શીકા


ટૂંકાક્ષરો

ACL (એસીએલ) આસિસ્ટન્ટ કમિશનર ઑફ લેબર, AHUs (એએચયુ) માનવ-વ્યાપાર વિરોધી એકમો
ATR (એટીઆર) એક્શન ટેકન રીપોર્ટ, CWCs (સીડબ્લ્યુસી) ચાઇલ્ડ વેલ્ફેર કમિટીઝ
GL O (જીએલઓ) ગવર્નમેન્ટ લેબર ઑફિસર, JJ Ac (જેજેએક્ટ) જુવેનાઇલ જસ્ટિસ (કેર એન્ડ પ્રોટેક્શન ઑફ ચિલ્ડ્રન) એક્ટ, NCPCR (એનસીપીસીઆર) નેશનલ કમિશન ફોર ધી પ્રોટેક્શન ઑફ ચાઇલ્ડ રાઇટ્સ
RTE (આરટીઈ) રાઇટ ટુ એજ્યુકેશન, SCPCR (એસસીપીસીઆર) સ્ટેટ કમિશન ફોર ધી પ્રોટેક્શન ઑફ ચાઇલ્ડ રાઇટ્સ, SDM (એસડીએમ) સબ-ડિવિઝનલ મેજિસ્ટ્રેટ


મુલાકાતની પૃષ્ઠભૂમિકા અને ઉદ્દેશ


ઉત્તર ગુજરાતમાં બીટી કોટન બિયારણ ખેતરોમાં બાળ મજુરોના સ્થળાંતર/વ્યાપારની પરિસ્થિતિ અંગે નેશનલ કમિશન ફોર ધી પ્રોટેક્શન ઑફ ચાઇલ્ડ રાઇટ્સ અત્યંત નિસબત ધરાવતું રહ્યું છે. રાજ્યમાં બાળ મજુરોની (માધ્યમોમાં તેમજ પ્રાપ્ત ફરિયાદોમાં નોંધાયા પ્રમાણે) વધતી જતી સંખ્યાની ગંભીર નોંધ લઇને કમિશને 7-10 ઓક્ટોબર 2011 દરમિયાન ગુજરાતની મુલાકાત લેવા માટે ડૉ. યોગેશ દૂબેની આગેવાની હેઠળ ત્રણ સભ્યોની ટીમની રચના કરી હતી. ટીમના અન્ય સભ્યોમાં શ્રી લવ વર્મા (સભ્ય-સચિવ, એનસીપીસીઆર) અને ડૉ. રમાનાથ નાયક (વરિષ્ઠ કન્સલ્ટન્ટ, એનસીપીસીઆર) હતા.


ગુજરાત મુલાકાતની પહેલા રાજસ્થાનમાં ઓગસ્ટ 2011માં કમિશનના સભ્ય ડૉ. યોગેશ દૂબેના નેતૃત્વમાં કમિશને મુલાકાત લીધી હતી. જયપુરની મુલાકાતનો ઉદ્દેશ રાજસ્થાનમાંથી (ખાસ કરીને ઉદેપુર વિભાગના ઉદેપુર, બાંસવારા અને ડુંગરપુર જિલ્લાઓમાંથી) ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા અને પાટણ જિલ્લાઓમાં બીટી કોટનના ખેતરોમાં મજુરી માટે બાળકોના સ્થળાંતર અને વ્યાપારના મુદ્દાઓ અને નિસબતોની સમીક્ષા કરવાનો હતો. મુલાકાત દરમિયાન ટીમે બીટી કોટનના ખેતરોમાં સ્થળાંતરીત થતા કે વેચાણે લવાતા બાળકોના મુદ્દાઓ અને નિસબતો અંગે ફીડબેક મેળવવા નાગરીક સમાજના સંગઠનો, આંતરરાષ્ટ્રીય એનજીઓ (જેવી કે યુનિસેફ, સેવ ધી ચિલ્ડ્રન) તેમજ કામદાર અને મજુર સંગઠનોના પ્રતિનિધિઓ સાથે વિમર્શ કર્યો હતો. ટીમે રાજ્ય સરકારના વિવિધ વિભાગો જેવા કે શ્રમ, સર્વ શિક્ષા અભિયાન, ગૃહ, સામાજિક ન્યાય, મહિલા અને બાળ વિકાસ, આદિવાસી વિકાસ તેમજ જિલ્લાના અધિકારીઓ સાથે બાળ અધિકારની ખાત્રી પૂરી પાડવા તેમજ બાળ વ્યાપારને રોકવા માટેના પગલાં ભરવા સંબંધિત વિવિધ સરકારી પહેલો અંગે માહિતી પ્રાપ્ત કરવા વિભાગોના સરકારને ભલામણો કરી હતી.  


ઉત્તર ગુજરાતના બીટી કોટન બિયારણ ખેતરોમાં બાળ વ્યાપાર અને બાળ મજુરી આંતર-રાજ્ય મુદ્દો છે. તેથી કમિશનને પ્રતીતિ થઈ હતી કે આ મુદ્દો માત્ર રાજ્ય સરકાર દ્વારા હલ થઈ ના શકે અને સામાન્યપણે બાળકોના અને ખાસ કરીને બીટી કોટનના ખેતરોમાં કામ કરતા બાળકોના અધિકારોની સુરક્ષાની ખાત્રી પૂરી પાડવા સંયુક્ત પગલાં કે પહેલ લેવાની જરૂર છે.



તારીખ  
પ્રવૃત્તિઓ
7.10.2011
અમદાવાદમાં આગમન અને રાજ્યના ગેસ્ટ હાઉસમાં રાત્રી રોકાણ
8.10.2011
બનાસકાંઠા અને પાટણ જિલ્લાઓમાં ક્ષેત્ર મુલાકાત. પાટણ તાલુકા/જિલ્લાના વાગડોદ પોલિસ સ્ટેશનના કાસા ગામે બીટી કોટન બિયારણ ખેતરોની મુલાકાત. ખીમાણા-ખોડા રોડ અને ખીમાણા-જસાલી રોડ પર ખીમાણા ગામની ક્ષેત્ર મુલાકાત. બનાસકાંઠા જિલ્લાના શીહોરી રેસ્ટ હાઉસમાં અધિકારીઓ સાથે મુલાકાત
9.10.2011
અમદાવાદમાં રાજ્ય ગેસ્ટ હાઉસ ખાતે નાગરીક અધિકાર સંગઠનોના પ્રતિનિધિઓ સાથે બેઠક. અમદાવાદમાં (કામા હોટલ નજીક) ચિલ્ડ્રન હોમ ખાનપુરની મુલાકાત.
10.10.2011
ગુજરાત સરકારના (શ્રમ, સામાજિક ન્યાય અને અધિકારીતા, શિક્ષણ, ગૃહ, આરોગ્ય, મહિલા અને બાળ વિકાસ તેમજ અન્ય વિભાગોના) પ્રતિનિધિઓ સાથે ગાંધીનગરમાં સચિવાલય ખાતે બેઠક. ગાંધીનગરમાં બનાસકાંઠા અને સાબરકાંઠાની બાળ કલ્યાણ સમિતિઓ (ચાઇલ્ડ વેલ્ફેર કમિટીઝ – સીડબ્લ્યુસી) સાથે બેઠક. ગાંધીનગરમાં રાજ્ય સચિવાલયમાં ગુજરાત સરકારના મુખ્ય સચિવ (તેમજ શ્રમ, સામાજિક ન્યાય અને અધિકારીતા, શિક્ષણ, ગૃહ, આરોગ્ય, મહિલા અને બાળ વિકાસના સચિવો) સાથે બેઠક. દિલ્હી જવા રવાના.                                                                 




કપાસ ક્ષેત્રે વૈશ્વિક ચિત્ર


2010-11માં વિશ્વમાં કપાસનું ઉત્પાદન અંદાજે 2.519 કરોડ ટન છે, જે ગયા 2009-10ના 
વર્ષની સરખામણીમાં 13 ટકા વધુ છે. કપાસનું ઉત્પાદન કરતા વિસ્તારોમાં 9 ટકાનો 
વધારો અને ઉત્પાદકતામાં 4 ટકાનો વધારો થયો છે અને કપાસ માટે બહેતર ભાવો મળે 
છે. આથી કપાસનું ઉત્પાદન વધ્યું છે. કપાસના વૈશ્વિક ઉત્પાદનમાં 22 ટકા હિસ્સા સાથે 
ભારત ચીન પછી બીજા ક્રમનો કપાસ ઉત્પાદક દેશ બન્યો છે. ચીન, ભારત, અમેરિકા 
અને પાકિસ્તાન કપાસના ઉત્પાદન અને વિસ્તારમાં અનુક્રમે 75 ટકા અને 71 ટકા હિસ્સા 
સાથે કપાસનું ઉત્પાદન કરતા મોટા દેશો બન્યા છે. કપાસના વાવેતરમાં ચીન (54 કરોડ 
હેક્ટર) પછી ભારત (1.07 કરોડ હેક્ટર) વિશ્વમાં કપાસ ઉગાડતો બીજા ક્રમનો સૌથી મોટો 
દેશ છે. ચીન અને ભારત બંને મળીને વિશ્વના કપાસ વપરાશનો 58 ટકા હિસ્સો વાપરે 
છે. વિશ્વમાં પેદા થતા કપાસના ચીન 99 કરોડ ટન અને ભારત 12 કરોડ ટન હિસ્સો 
વાપરે છે. કપાસ ઉગાડતા અગ્રણી દેશોમાં ટોચ પર ઓસ્ટ્રેલીયા 1579 કિલો/હેક્ટરની 
ઉત્પાદકતા સાથે પ્રથમ ક્રમે છે, તેના પછી બ્રાઝીલ (1480 કિલો/હેક્ટર) અને ચીન 
(1301 કિલો/હેક્ટર) છે.[1]

કપાસના વૈશ્વિક બજારમાં ભારે તેજીની ચાલ છે. કપાસના ભાવમાં માસિક સરેરાશ કોટલુક-એ ઇન્ડેક્સ પ્રમાણે ફેબ્રુઆરી 2011માં પ્રતિ પાઉન્ડ 213 યુએસ સેન્ટ્સનો ઓલ ટાઇમ ભાવ વધારો જોવા મળ્યો છે. 2005-06માં પ્રતિ પાઉન્ડ 52 સેન્ટ્સથી 2009-10માં 77 સેન્ટ્સની રેન્જ જોવા મળી હતી. ઓગસ્ટ 2010થી ફેબ્રુઆરી 2011માં પ્રતિ પાઉન્ડ 148 સેન્ટ્સની સરેરાશ કાઢવામાં આવી છે અને તે હજુ વધશે તેવી અપેક્ષા છે.

વિશ્વના ટોચના સાત કપાસ ઉત્પાદક દેશો પૈકીના છ દેશો, ચીન, ભારત, પાકિસ્તાન, બ્રાઝીલ, ઉઝબેકિસ્તાન અને તૂર્કીના કપાસના ખેતરોમાં બાળ મજુરીનો ઉપયોગ થતો હોવાનું નોંધાયું છે. ભારતમાં દેશના અંદાજિત 10 કરોડ બાળ મજુરોના 70 ટકા જેટલા બાળકો ખેતીમાં કામ કરે છે. લાખો બાળકો, મોટાભાગની છોકરીઓ, એક ધમધમતા ઉદ્યોગ માટે સંકર કપાસ બિયારણ પેદા કરવા તેમના શિક્ષણ અને આરોગ્યનું બલિદાન આપે છે.[1]
કપાસના ઉત્પાદનમાં સામાન્યપણે વપરાતા જંતુનાશકોનો છંટકાવ બાળકો કરે છે, જે તેમના માટે ગંભીર આરોગ્ય અને સુરક્ષાના જોખમો સર્જે છે. ભારતમાં ઓક્ટોબર 2007માં ઇજેએફના ક્ષેત્ર સંશોધનમાં બાળકો છંટકાવની સીઝનમાં ખેતરોમાં કામ કરતા જોવા મળ્યા હતા, જ્યારે છોડવાઓ રસાયણોથી લથપથ હોય છે.[2] કપાસના ખેતરોમાં કામ કરતા બાળકો અત્યંત ગરમ આબોહવામાં 12 કલાક કરતા વધારે સમય આઘાતજનક પરિસ્થિતિઓમાં કામ કરે છે અને મોટેભાગે શારીરિક, શાબ્દિક અને ક્યારેક જાતીય દુરુપયોગનો શિકાર બને છે.   



[1] 'આપણા કપાસની પાછળના બાળ મજુર', પર્યાવરણ ન્યાય સંસ્થા (એન્વાયર્નમેન્ટલ જસ્ટિસ ફાઉન્ડેશન – ઇજેએફ) દ્વારા બહાર પાડવામાં આવેલી અખબારી યાદી, લંડન, 5 ડીસેમ્બર 2007, http://www.ejfoundation.org/page481.html
[2] ઉપર મુજબ.
   
કપાસનો પૂરવઠો અને વપરાશ (2010-11)
                                                                            (મેટ્રિક ટન)
         દેશ   
  વિસ્તાર  (000 હેક્ટર)
  પ્રતિ હેક્ટર નીપજ (કિલો)
     ઉત્પાદન
     ખૂલતો સ્ટોક    
     આયાત
     વપરાશ 
      નિકાસ
     બંધ સ્ટોક
       ચીન
        5442
       1301
       7079
        3160
        2831
        9899
        10
       3160
     ભારત
       10720
       516
        5532
         1498
        130
          4419
       1231
        1509
     અમેરિકા
       4211
       943
       3970
         615
          -
          703
       3117
         765
    પાકિસ્તાન
       3265
       670
        2188
         469
        276
          2353                
        100
         480
    બ્રાઝીલ
       1000
      1480
        1480            
         857
        26
        1000
          472
         889
    ઉઝબેકીસ્તાન
        1330
       775
        1031
           263
         1
         273
          759
          263
     વિશ્વ
       33174
       759
       25185
         9454
         8016
         24922
       8016
          9716


બીટી કોટન જનીની રીતે રૂપાંતરીત (જેનેટિકલી મોડિફાઇડ – જીએમ) કપાસ બિયારણો છે, જેમાં બીટી ટોક્સિન હોય છે. જીએમ ટેકનોલોજી ભારતમાં 1995માં આવી, જ્યારે અમેરિકાની જૈવટેકનોલોજી ક્ષેત્રની અગ્રણી કંપની મોન્સાન્ટોએ બીટી કોટન બિયારણોની આયાત કરવા માટે ભારતની મેયકો કંપની સાથે હાથ મીલાવ્યા. તેમના જોડાણને ભારતની ખેતી અને બજારો પર અંકુશ જમાવવાના બહુરાષ્ટ્રીય કંપનીઓના પ્રયાસ તરીકે જોવામાં આવ્યું હતું. 2002માં ભારતે બીટી કોટનનું વાવેતર કરવાની ખેડુતોને છૂટ આપી હતી. હાલની તારીખ સુધી ભારતમાં વ્યાપારી ધોરણે ઉગાડાતો આ એકમાત્ર જીએમ પાક છે. પરંતુ, નબળી નિયમનકારી વ્યવસ્થાને કારણે ગુજરાતમાં હજારો ગેરકાનૂની બીટી કોટન બીયારણો વવાઈ ચૂક્યા હતા.[4]
આંધ્ર પ્રદેશ અને મહારાષ્ટ્રના વિદર્ભ પ્રાંતે આક્રમકતાપૂર્વક જીએમ ટેકનોલોજીને પ્રોત્સાહન આપ્યું હતું. જોકે, કપાસના પાકની વારંવારની નિષ્ફળતાઓને લીધે ખેડુતોના મોટાપાયે થતા આપઘાતોને કારણે ત્યાંની રાજ્ય સરકારોની ટીકા થઈ હતી અને ખેતી અને નાણાકીય બાબતોમાં મોટું નુકસાન વેઠવું પડ્યું હતું. મોટાભાગની બિયારણ કંપનીઓ આંધ્ર પ્રદેશમાં છે અને તેઓ ગુજરાતમાં બિયારણ પૂરું પાડે છે.
2002માં ભારતમાં પ્રથમવાર બીટી કોટનનું વાવેતર થયું હતું અને તેની સફળતાને પગલે આ પાક હેઠળનો વિસ્તાર તેમજ આ ટેકનોલોજી અપનાવનારા ખેડુતોની સંખ્યામાં દર વર્ષે નોંધપાત્ર વધારો થતો રહ્યો, જે નીચેના કોષ્ટકમાં દર્શાવ્યું છે:
ભારતમાં બીટી કોટનના વાવેતર હેઠળનો વિસ્તાર 2002થી 2007

     વર્ષ

   કુલ કોટન વિસ્તાર હેક્ટરમાં
   બીટી કોટન વિસ્તાર હેક્ટરમાં
  બીટી કોટન વિસ્તાર        એકરમાં
  બીટી કોટન હેઠળના વિસ્તારની ટકાવારી
બીટી કોટન ખેડુતોની સંખ્યા
       2002
        87,30,000
          29,000
         72,000
         0.3
20,000
       2003
        76,70,000
         86,000
        2,13,000
        1.1
75,000
      2004
         76,30,000
        5,53,000
       13,66,000
        7.3
3,50,000
      2005
         89,20,000
         12,67,000
       31,31,000
        14.2
10,00,000
      2006
        91,58,000
          38,00,000
        94,00,000
       41.5
23,00,000
       2007
        94,00,000
        62,00,000*
       153,20,000
       66.0
38,00,000

આમ, લગભગ છ વર્ષમાં બીટી કોટનના વાવેતર હેઠળનો વિસ્તાર 210 ગણો વધીને 60.2 લાખ હેક્ટર થયો છે અને બીટી કોટન ખેડુતોની સંખ્યા 190 ગણી વધીને 2007માં 38 લાખ થઈ છે. વળી, ભારતમાં 94 લાખ હેક્ટરના કુલ કોટન વિસ્તારના 66 ટકામાં હાલ બીટી કોટનનું વાવેતર થાય છે.[5]
બીટી કોટન અત્યાર સુધીમાં નવ દેશોમાં વેપારી ધોરણે ઉત્પાદિત થાય છે, અમેરીકા (1996માં પહેલવહેલું શરૂ થયું), મેક્સિકો (1996), ચીન (1997), આર્જેન્ટિના (1998), દક્ષિણ આફ્રિકા (1998), કોલમ્બીયા (2002), ભારત (2002) અને બ્રાઝીલ (2005). 2007માં વૈશ્વિક ધોરણે કપાસની ખેતી હેઠળના કુલ 3.5 કરોડ હેક્ટર વિસ્તારમાં બીટી કોટનનો 43 ટકા (1.5 કરોડ હેક્ટર) હિસ્સો હતો. 62 લાખ હેક્ટર જમીનમાં બીટી કોટનના વાવેતર સાથે ભારત વિસ્તારના સંદર્ભમાં પ્રથમ સ્થાને છે અને તેના પછી 38 લાખ હેક્ટર જમીન સાથે ચીન બીજા ક્રમે છે.[6]


[1] ઓલ ઇન્ડીયા કોઓર્ડીનેટેડ કોટન ઇમ્પ્રુવનેન્ટ પ્રોજેક્ટ – એન્યુઅલ રીપોર્ટ, 2010-11, એ-2, http://aiccip.cicr.org.in/CD_10_11/2_PC_report.pdf.
[2] 'આપણા કપાસની પાછળના બાળ મજુર', પર્યાવરણ ન્યાય સંસ્થા (એન્વાયર્નમેન્ટલ જસ્ટિસ ફાઉન્ડેશન – ઇજેએફ) દ્વારા બહાર પાડવામાં આવેલી અખબારી યાદી, લંડન, 5 ડીસેમ્બર 2007, http://www.ejfoundation.org/page481.html
[3] ઉપર મુજબ.
[4] જીએમ ઇન ઇન્ડીયા; ધી બેટલ ઓવર બીટી કોટન, 20 ડીસેમ્બર, 2006, http://www.scidev.net/en/features/gmin-india-the-battle-over-bt-cotton.html
[5] ફાઉન્ડેશન ફોર બાયોટેકનોલોજી અવેરનેસ એન્ડ એજ્યુકેશન (એફએબીઈ) http://fbae.org/2009/FBAE/website/ourposition-bt-cotton.html
[6] ઉપર મુજબ 
[7] બીટી કોટન ગેરકાનૂની બાળ મજુરીને પ્રોત્સાહન આપી રહ્યું છે? રાજીવ શાહ, ધી ટાઇમ્સ ઑફ ઇન્ડીયા, અમદાવાદ, સપ્ટે 2, 2011 http://articles.timesofindia.indiatimes.com/2011-09-02/ahmedabad/30105487_1_child-labour-bt-cottonlabour-department
                     (વિસ્તાર હેક્ટરમાં, ઉત્પાદન મેટ્રીક ટનમાં અને નીપજ કિલો પ્રતિ હેક્ટરમાં)

કપાસ
2007-08

2008-09

2009-10

છેલ્લા ત્રણ વર્ષની સરેરાશ

વિસ્તાર
ઉત્પાદન
નીપજ
વિસ્તાર
ઉત્પાદન
નીપજ
વિસ્તાર
ઉત્પાદન
નીપજ
વિસ્તાર
ઉત્પાદન
નીપજ
પિયત
14848
67226
770
14024
56332
683
17976
66250
627
15616
63269
689
બિન-પિયત
9372
15531
282
9512
13806
247
6668
7763
198
8517
12367
247
કુલ કપાસ
24220
82757
581
23536
70138
506. 605
24644
74014
511
24133
75636
533

સ્રોત: ગુજરાત રાજ્યમાં મહત્વના ખાદ્ય અને બિન-ખાદ્ય પાકોનો જિલ્લાવાર વિસ્તાર, ઉત્પાદન અને નીપજ, કૃષિ નિયામકની કચેરી, ગુજરાત રાજ્ય, કૃષિ ભવન, ગાંધીનગર, માર્ચ, 2011, પા. 29



[1] ઓલ ઇન્ડીયા કોઓર્ડીનેટેડ કોટન ઇમ્પ્રુવનેન્ટ પ્રોજેક્ટ – એન્યુઅલ રીપોર્ટ, 2010-11, એ-2, http://aiccip.cicr.org.in/CD_10_11/2_PC_report.pdf.
[2] 'આપણા કપાસની પાછળના બાળ મજુર', પર્યાવરણ ન્યાય સંસ્થા (એન્વાયર્નમેન્ટલ જસ્ટિસ ફાઉન્ડેશન – ઇજેએફ) દ્વારા બહાર પાડવામાં આવેલી અખબારી યાદી, લંડન, 5 ડીસેમ્બર 2007, http://www.ejfoundation.org/page481.html
[3] ઉપર મુજબ.
[4] જીએમ ઇન ઇન્ડીયા; ધી બેટલ ઓવર બીટી કોટન, 20 ડીસેમ્બર, 2006, http://www.scidev.net/en/features/gmin-india-the-battle-over-bt-cotton.html
[5] ફાઉન્ડેશન ફોર બાયોટેકનોલોજી અવેરનેસ એન્ડ એજ્યુકેશન (એફએબીઈ) http://fbae.org/2009/FBAE/website/ourposition-bt-cotton.html
[6] ઉપર મુજબ
[7] બીટી કોટન ગેરકાનૂની બાળ મજુરીને પ્રોત્સાહન આપી રહ્યું છે? રાજીવ શાહ, ધી ટાઇમ્સ ઑફ ઇન્ડીયા, અમદાવાદ, સપ્ટે 2, 2011 http://articles.timesofindia.indiatimes.com/2011-09-02/ahmedabad/30105487_1_child-labour-bt-cottonlabour-department


વાવેતર હેઠળના વિસ્તારના 20 ટકા સાથે પ્રથમ ક્રમ કપાસના ઉત્પાદનના 13 ટકા સાથે કપાસ વ્યાપારી ધોરણે વવાતો ભારતનો મુખ્ય પાક રહ્યો છે. કપાસનો જીવાતોનું મોટું જોખમ હોય છે અને 50 ટકા કરતા વધારે પાકને નુકસાનને કારણે જંગી નુકસાન થાય છે. આ જંગી નુકસાનને પહોંચી વળવા ગુજરાતના ખેડુતોએ કપાસના પાકને સંભવિતપણે સૌથી વધારે નુકસાન પહોંચાડતી બોલવર્મ નામની જીવાત સામે રક્ષણ મેળવવા બીટી કોટનને અપનાવ્યું હતું અને આમ પાકની નિષ્ફળતાઓનું જોખમ ઘટાડ્યું છે. જેના કારણે છેક 2002થી કપાસ ઉત્પાદકોને મોટો ફાયદો થયો છે. કૃષિ મંત્રાલયની માહિતી પ્રમાણે, આજે દેશમાં કપાસના વાવેતર હેઠળના લગભગ 90 ટકા વિસ્તારમાં બીટી કોટન વવાય છે.

ગુજરાત, મહારાષ્ટ્ર અને આંધ્ર પ્રદેશ તેમના કુલ કપાસ વાવેતર વિસ્તારમાં અનુક્રમે 81 ટકા, 92 ટકા અને 98 ટકા વિસ્તારોમાં બીટી કોટ વાવે છે અને અનુક્રમે 105, 88 અને 53 લાખ ગાંસડી કોટનના ઉત્પાદન સાથે ટોચના ઉત્પાદક રાજ્યો છે. ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા અને મહેસાણા જિલ્લાઓમાં બીટી કોટનના વાવેતરમાં અસંખ્ય વધારો થયો છે.

1.    બનાસકાંઠા, સાબરકાંઠા અને પાટણ જિલ્લાઓમાં ક્ષેત્ર મુલાકાત, 8 ઓક્ટોબર, 2011
ડૉ. યોગેશ દૂબે (સભ્ય)ની આગેવાની હેઠળ એનસીપીસીઆરની ટીમ બનાસકાંઠા જિલ્લાના બીટી કોટન બિયારણ ખેતરોની ક્ષેત્ર મુલાકાત લેવા અમદાવાદથી નીકળી હતી. શીહોરી તરફના માર્ગે ટીમને રસ્તાની બંને બાજુએ કપાસ બિયારણ ખેતરોમાં કામ કરતા બાળકો જોવા મળ્યા હતા. પાટણ જિલ્લાના પાટણ તાલુકાના વાગડોદ પોલિસ સ્ટેશન હેઠળના કાસા ગામે કપાસના ખેતરો પૈકીના એક ખેતરમાં કામ કરતા લોકોને જોઇને ટીમના સભ્યો તેમના વાહનમાંથી ઉતરી ગયા હતા. ટીમ બીટી કોટનના ખેતરમાં પ્રવેશી હતી, જ્યાં તેને કપાસના બિયારણો ચૂંટતા ત્રણ પુખ્ત સભ્યો સાથે ત્રણ બાળકો જોવા મળ્યા હતા. તે બાળકો હતા:
1.    કુ. સોનલ, નવ વર્ષ
2.    કુમારી નયના, 12 વર્ષ અને
3.    મહેશ, 13 વર્ષ
નયનાના પિતા હરજીભાઈ ખેતરમાં અન્ય મજુરો જેમ કે લીલાબેન સાથે કામ કરી રહ્યા હતા. પૂછતા તેમણે જણાવ્યું હતું કે તેમને કાસા ગામના ગાંડાલાલે (લેબર કોન્ટ્રાક્ટર) મજુર તરીકે રાખ્યા છે. 


બીટી કોટનના ખેતરમાં  રાજુ સોલંકી સાથે એનસીપીસીઆરની ટીમ
(ડાબેથી  લવ વર્મા, સભ્ય-સચિવ, ડૉ. યોગેશ દૂબે)


ટીમને બીટી કોટનના ખેતરમાં પ્રવેશતી જોઇને સંજય નામનો એક યુવાન બાઇક પર આવ્યો અને ખેતરના માલિક તરીકે પોતાની ઓળખાણ આપી. થોડીવાર પછી એક વૃદ્ધ (નરસિંહભાઈ) આવ્યા અને તેમણે પણ ખેતરના માલિક હોવાનો દાવો કર્યો. તેમના કહેવા પ્રમાણે સંજય તેમનો ભત્રીજો છે. નરસિંહભાઈ અને સંજય બંનેનું મંતવ્ય એવું હતું કે આ સીઝનમાં ભારે વરસાદને કારણે પાક નિષ્ફળ ગયો છે. પુખ્ત મજુરનું રોજનું વેતન રૂ. 100 અને બાળ મજુરનું માત્ર રૂ. 50 હોવાનું તેમણે જણાવ્યું હતું.
એનસીપીસીઆરની ટીમની સાથે સુરક્ષા જવાનો અને સરકારી કર્મચારીઓ હતા. તેથી ટીમના સભ્યોએ સાબરકાંઠા જિલ્લામાં જવા માટે નાગરિક સમાજના જૂથની બનેલી અલગ ટીમ મોકલવાનું નક્કી કર્યું હતું. તે ટીમની સાથે કોઈ સરકારી કે સુરક્ષા જવાનો નહોતા. હિંમતનગર જતા તેમના માર્ગમાં તેમને બીટી કોટનના ખેતરોમાં કામ કરતા બાળકો જોવા મળ્યા. તેમને ખેતરોના તથા ત્યાં કામ કરતા બાળકોના ફોટા પાડતા જોઇને બે સ્થાનિક યુવાનોએ કેટલાક કિલોમીટર સુધી તેમનો પીછો કર્યો અને તેમને આંતરવાનો પ્રયાસ કર્યો હતો. ટીમને ડરાવવા માટે તેમણે સ્થાનિક લોકોને પણ ઉશ્કેર્યા હતા. સ્થાનિક લોકો અને ખેડુતોના પ્રતિકાર છતાં નાગરિક સમાજના જૂથે ત્યાં કામ કરતા બાળકોના ફોટા લીધા હતા. જ્યારે બાઇકસવારોએ તેમને ધમકી આપી અને તેમની પાસે તેમના ઓળખપત્રો માંગ્યા ત્યારે તેમણે ડૉ. યોગેશ દૂબેની આગેવાની હેઠળની એનસીપીસીઆરની ટીમનો ફોન પર સંપર્ક સાધ્યો હતો. ડૉ. દૂબેએ આસિસ્ટન્ટ લેબર કમિશનર (શ્રી ભટ્ટ)ને નાગરિક સમાજ ટીમની મદદે મોકલ્યા હતા. ત્યાર બાદ ટીમ શીહોરી રેસ્ટ હાઉસ પર પહોંચી હતી અને એનસીપીસીઆરની ટીમને મળી હતી. બંને ટીમોએ એસડીએમ (ડીસા), ડેપ્યુટી એસપી (દીઓદર), નાયબ શ્રમ આયુક્ત, મદદનીસ શ્રમ આયુક્ત, સરકારી શ્રમ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી અને તેમની સાથે બીટી કોટન સીડ ફાર્મ્સમાં બાળ મજુરીની સ્થિતિનું મૂલ્યાંકન કર્યું હતું.
એનસીપીસીઆરની ટીમે બીટી કોટનના ખેતરોનું વિંહગાવલોકન કરવા ખીમાણા-ખેડા રોડ અને ખીમાણા જસાલી રોડની મુલાકાત લીધી હતી. ટીમને રસ્તાની બંને બાજુ માત્ર બીટી કોટનના ખેતરો જોવા મળ્યા હતા. ડૉ. યોગેશ દૂબેની આગેવાની હેઠળની ટીમને બજારમાં લોકો સાથે વાતચીત કરતા જાણવા મળ્યું હતું કે કપાસના ખેતરો સહિત વિવિધ ક્ષેત્રોમાં બાળ મજુરો મોટા પ્રમાણમાં હતા. પ્રવાસ દરમિયાન ટીમે કપાસના ખેતરોમાં પુખ્ત મજુરો સાથે બાળકોને કામ કરતા જોયા હતા. જોકે, બાળકો જેવા વાહનોને થોભતા અને તેમાંથી ટીમના સભ્યોને ઉતરતા જોતાવેંત જ ભાગી જતા હતા અને ખેતરોમાં સૂઈ જતા હતા, જેથી તેમને કોઈ જોઈ ના શકે. ખેતરોને રસ્તાની બાજુએ મોટી વાડોથી ઢાંકી દેવામાં આવ્યા છે અને કોઇપણ વ્યક્તિ સરળતાથી ખેતરોમાં પ્રવેશી શકતી નથી. તેમ છતાં ટીમે વિવિધ ખેતરોમાં કેટલાક બાળકો સાથે વાતચીત કરી હતી. 







ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો